________________
શ્રીવિજ્યપશસૂરીશ્વરકૃત ચૌદમા ગ્રન્થ અધ્યયનને ટ્રેક પરિચય અહીં ગ્રંથપદના નિક્ષેપાનું, ને શિષ્યનું તથા ગ્રહણ અને આસેવના શિક્ષાનું સ્વરૂપ, તથા નિગ્રન્થના ગુણે જણાવી કહ્યું કે, સમાધિની ઇચ્છાવાળા જીવે ગુરૂની દષ્ટિમાં રહેવું. સદાચારી આશુપ્રજ્ઞ સર્વત્ર સ્થાન પામે છે. તથા મુનિએ આશ્રવપરિહારી બની વિચરવું. વળી મૂઢ અમૂહની સેવા કરવી અને સમાધિને ઓળખનારે ધર્મોપદેશકને માનવો તથા પ્રમાદને તજનાર છવ મુક્તિને પામે છે. પછી વિભજ્યવાદ, અને બે ભાષાની બીના જણાવી કહ્યું કે, જે ન સમજે તેને શાંતિથી સમજાવે. તથા સમ્યગર્થદશી થવું. પૂર્ણ ભાષી થવું. દેશના દેવાને લાયક પુરૂષના ગુણે જણાવતાં કહ્યું કે, જે વિચારીને બેલેને કુશલ હોય તથા સૂત્રાર્થ જ્ઞાની અને આજેય વાકયવાળ હેય, વળી ઋતદાતા વગેરે ગુણેનો ધારક હેય તે જીવ બલવાને લાયક છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
પંદરમા આદાનીય અધ્યયનનો ટૂંક પરિચય અહીં આદાન એટલે ગ્રહણ પદના નિક્ષેપા અને આદાનીય પદનું સ્વરૂપ જણાવી કહ્યું કે આવરણના ક્ષયથી સર્વશપણું પ્રાપ્ત થાય છે. પછી મીમાંસક વગેરેને મતનું ખંડન કરી સત્યસંપન્નતા, ભૂતમૈત્રી, અવિવાદિનું વિસ્તારથી સ્વરૂપ સમજાવી જણાવ્યું છે કે કમરહિતને જન્મ ન હોય ને જે મુનિ સ્ત્રીના પરિચયાદિથી અલગ રહે તે વીર કહેવાય. વળી સ્ત્રીથી અલગ રહેનારા છવો નિબન્ધ છે, એટલે પાપકર્મને બાંધતા નથી. તેઓ મુક્તિની નજીકમાં ગણાય છે, ને ભાગને જણાવનારા પણ તેઓ જ છે. પછી તેમના ગુણે કહી જણાવ્યું કે અનુશાસક (શિખામણ દેનારા) શ્રોતાઓને ચક્ષુ સમાન છે. તથા જે નિષ્કાંક્ષ અને અંતમાંતસેવી હોય, તે મુનિ ધર્મારાધક કહેવાય છે. તથા જેને મનુષ્યની જ મુક્તિ માને છે, પણ અન્ય ધમીએ બીજા કેની પણ મુક્તિ માને છે. પછી નરભવની દુર્લભતા જણાવી વેશ્યાનું વર્ણન કરી કહ્યું કે પંડિતવીર્યથી પૂર્વકર્માદિને ક્ષય થાય છે, ને વીર પુરૂષ કર્મને કરે નહિ, ને સંયમથી કર્મને નાશ થાય છે. તથા શલ્યને દૂર કરનાર છવ સિદ્ધિ અથવા સ્વર્ગ પામે છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે.
સોલમા ગાથાધ્યયનને ટ્રેક પરિચય અહીં ગાથાપદના નિક્ષેપો જણાવી કહ્યું કે, સામુદ્ર છંદમાં પંદર અધ્યયનના અર્થો ગાથારૂપે કહેલ છે, તેથી ગાથાધ્યયન નામ પાડયું છે. પછી મુનિના વર્ણન ગુણોનું કરી બ્રાહ્મણદિનું સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org