________________
૩૬.
પરંતુ એતિહાસિક અન્વેષણે અહીંથી જ અટક્યા નથી. તેમણે આગળ વધીને બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિને પણ ઐતિહાસિક પુરુષની કટિમાં મૂક્યા છે. ડે. કુહરર એપિગ્રાફિકા ઈન્ડિકાના પ્રથમ ભાગમાં પૃ. ૩૮૯ પર જણાવે છે કે “Lord Neminath, the 22nd Tirthankar of the Jains has been accepted as a historical person.” અર્થાત્ જૈનેના બાવીશમા. તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.”
શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય તથા રેવન્ડ જે. કેનેડી વગેરે વિદ્વાનેએ આ મતનું સમર્થન કર્યું છે અને બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. પ્રાણનાથ વિદ્યાલંકારે પિતાને સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયેલા એક અતિ જૂના તામ્રપટના આધારે આ માન્યતાને મહેર મારી છે.
સિંધુ સંસ્કૃતિ પર આવીએ તે તેમાં પણ જૈન ધર્મ પ્રચારમાં હોવાનાં પ્રમાણે મળે છે. મેહન જે ડેરેમાંથી પ્રાપ્ત થયેલી કેટલીક મુદ્દાઓ પર કોત્સર્ગ–અવસ્થામાં રહેલ શ્રી ઋષભદેવની આકૃતિઓ મળે છે.
પ્રા. જે. સી. વિદ્યાલંકાર વગેરે અન્ય વિદ્વાનેએ પણ જૈન ધર્મના ચોવીશ તીર્થકરે અંગે ચર્ચા કરી છે અને તેમાં ઘણું તથ્ય હોવાનું જણાવ્યું છે.
આ રીતે વિદ્વાનોના મંતવ્યો જેન ધર્મની વીશ તીર્થકરેની માન્યતાને પુષ્ટ કરે છે અને તેના પ્રારંભને સંસ્કૃતિના આદિકાલ સુધી લઈ જાય છે. આથી જેન ધર્મની મૌલિકતા પણ સ્વતઃ સિદ્ધ છે.
F