________________
૫
જ્ઞાન તા દરેક જીવને હાય છે. નિાદ જેવી તન. નિકૃષ્ટ અવસ્થામાં પણ અક્ષરના અનતમ ભાગ ઉઘાડા રહે છે. જો જીવમાં આટલું પણ જ્ઞાન ન હોય, તેા તેનામાં અને જડ પદામાં કાઈ તફાવત રહેતા નથી. જ્યાં જ્ઞાન હોય છે, ત્યાં કોઈ ને કાઈ પ્રકારની ક્રિયા પણ અવશ્ય હોય છે. એટલે જ્ઞાન અને ક્રિયાના સામાન્ય અર્થ ગ્રહણ કરીએ . તા જીવમાત્ર જ્ઞાન અને ક્રિયાવાળા હોવાથી તે બધાના મેાક્ષ થાય છે, એમ માનવુ' પડે, જે સિદ્ધાંતથી વિરુદ્ધ છે;. એટલે અહી જ્ઞાન અને ક્રિયા આ બંને શબ્દો વિશિષ્ટ અથમાં ચાજાયેલા છે, એ નિશ્ચિત છે. તેમાં જ્ઞાનના અથ અમે ઉપર જણાવ્યું તેમ તત્ત્વજ્ઞાન છે અને ક્રિયાના અ આત્મશુદ્ધિ કરનારી સંયમપેાષક ક્રિયાઓ છે.
.
૧. જન્મભૂમિ-પ્રવાસી તા. ૨૬-૪-૬૫ ના અ કમાં · વિજ્ઞાનનાં વહેણ’ એ મથાળાં નીચે નિમ્ન પ્રશ્ન રજૂ થયા હતા : જીવ શું છે અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેના ઉત્તર શ્રી મુક્તાન દ વિશ્વયાત્રીએ નીચે મુજબ આપ્યા હતા : ‘જીવની વ્યાખ્યા ન આપી શકાય. જીવ શાસ્ત્ર તેની પ્રકૃતિ શી શી છે, તે ગણાવે છે. જીવમાં ચેાસ વ્યવસ્થા (Organization) હોય છે, તેમ જીવન–રસાયન—ક્રિયા (Metabolism) હાય છે, તેના વિકાસ થાય છે. તેમાં સંવેદન-ક્ષમતા (Irritability) હાય છે, તેમાં પ્રતિયેાગક્ષમતા (Adaptitbility) હોય છે અને તે વશવૃદ્ધિ (Reproduction) કરી શકે છે. આવીપ્રકૃતિ વડે જીવ વ્યક્ત થાય છે. અમે આ વિધાન સાથે સ ંમત થતા નથી. પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિબિન્દુ પણ જીવમાં કાઈ ને કાઈ પ્રકારની ક્રિયામાને છે, એ ર્શાવવાને આ વિધાન અહી' ઉત્કૃત કર્યું છે.