________________
૧૭ર
નવ-તત્વ-બીપિકા (૫) કેવલજ્ઞાનાવરણુય તે કેવલજ્ઞાનનું આવરણ,
કરે છે.
મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય એટલે કે કેટલાકને ક્ષય થાય અને કેટલાકને ઉપશમ થાય, ત્યારે આપણને મતિજ્ઞાનને પ્રકાશ સાંપડે છે. તેમાં વધારે ક્ષયશમવાળાને વધારે પ્રકાશ સાંપડે છે અને ઓછા ક્ષપશમવાળાને છે પ્રકાશ સાંપડે છે. અન્ય ત્રણ જ્ઞાનેનું પાણ એમ જ સમજવું. કેવલજ્ઞાનની ઉત્પત્તિ કેવલજ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે જ - થાય છે.
દશનાવરણીય કમની ૯ ઉત્તરપ્રવૃતિઓ
(૧) ચક્ષુદર્શનાવરણીય–તે ચક્ષુઈન્દ્રિય દ્વારા થતા વસ્તુના સામાન્ય બેધને રેકે છે.
(૨) અચક્ષુદર્શનાવરણીય-તે ચક્ષુ સિવાયની - બાકીની ચાર ઈન્દ્રિયે તથા પાંચમા મન દ્વારા થતા વસ્તુના - સામાન્ય બંધને રેકે છે.
(૩) અવધિદર્શનાવરણીય તે આત્માને થતાં રૂપી દ્રવ્યના સામાન્ય બંધને રેકે છે.
(૪) કેવલદશનાવરણીય-તે કેવળદર્શન દ્વારા થનારા વસ્તુ માત્રના સામાન્ય બેધને રોકે છે.
(૫) નિદ્રા-સુખપૂર્વક ઉઠાડી શકાય એવી ઊંઘને નિદ્રા કહેવામાં આવે છે. તેને ઉદય થતાં આત્માને “વસ્તુને સામાન્ય બંધ થઈ શકતું નથી.