________________
૧૯
નવતા—દીપિકા
સસારની મહુમાયા છોડીને માક્ષમાને અભિમુખ થયેલા છે, તે સર્વે આત્માએ સુપાત્ર ગણાય છે. તેમને ધબુદ્ધિએ અનાદિક આપવાથી અશુભ કર્મની ઘણી નિર્જરાપૂર્વક મહાપુણ્ય ખાય છે. શાલિભદ્રે સ'ગમકના ભવે ધબુદ્ધિએ એક માસેાપવાસી તપસ્વી મુનિરાજને ક્ષીરનુ દાન દીધું હતું, તેથી મહાપુણ્ય અંધાયુ હતું. અને તેનાં ફળ રૂપે તેમને અતુલ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
જેઆ ગૃહસ્થાશ્રમમાં રહીને ધનુ ચગ્ય આચરણ કરે છે, તે પાત્ર ગણાય છે. તેમને પણ ધર્મબુદ્ધિએ અનાર્દિક આપતાં ઘણું પુણ્ય ઉપાર્જન થાય છે.
વિશેષમાં જે અતિ વૃદ્ધ, અશક્ત, અપંગ વગેરે હાવાના કારણે અનુકંપા કરવા ચેાગ્ય છે, તેમને અનુક ંપાબુદ્ધિએ અનાદિક આપતાં પુણ્ય ઉપાર્જન થાય છે. કહ્યું છે કે
इदं मोक्षफलं दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वज्ञः, कुत्रापि न निषिध्यते ॥
'
માક્ષના હેતુથી જે દાન દેવાનુ છે, તેમાં યાત્રાપાત્રની વિચારણા કરવી ઘટે છે. પશુ જે દાન, યા, કરુણા કે અનુકપા સ્મૃદ્ધિથી દેવાનુ છે, તેમાં પાત્રાપાત્રની વિચારણા કરવી આવશ્યક નથી; કારણ કે સવજ્ઞાએ એવા ક દાનના કોઈ પણ સ્થળે નિષેધ કરેલા નથી.’ दीनादिकेभ्योऽपि दयाप्रधानं, दानं तु भोगादिकरं प्रधानम् ।