________________
નવ-તાવ-દીપિકા તેને અહીં ક્રિયા કહેલી છે. આવી ક્ષિાઓ પચીસ છે. તે આ પ્રમાણે
(૧) કાચિકી-કાયા એટલે શરીર, તેને અજયાએ પ્રવર્તાવતાં જે કિયા લાગે, તેને કાયિકી કિયા કહેવાય છે. આ ક્રિયા બે પ્રકારની છેઃ (૧) અનુપરત કાયિકી ક્રિયા અને (ર) અનુપયુક્ત કાયિકી કિયા. તેમાં જેણે હિંસાદિ પાપનું પ્રત્યાખ્યાન કરેલું નથી, એવા વિરતિરહિત જીવની કાયાની પ્રવૃત્તિ વડે જે કિયા થાય તે અનુપરત કાયિકી ક્રિયા કહેવાય અને જેણે હિંસાદિ પાપનું પ્રત્યાખ્યાન કરેલું છે, એવા વિરતિધર પ્રમત્ત સાધુને અનુપગપણે વર્તતાં કાયાની પ્રવૃત્તિ દ્વારા જે ક્રિયા થાય, તે અનુપયુક્ત કાયિકી ક્રિયા કહેવાય.
(૨) અધિકારણિકી-અધિકરણ એટલે હિંસાના સાધને. તે શસ્ત્રાદિ સમજવાં. આ ક્રિયા બે પ્રકારની છે? (૧) સયાજનાધિકરણિકી અને (૨) નિર્વતનાધિકરણિકી. તેમાં સજન એટલે હિંસાનાં સાધને–તલવાર, ધનુષ્ય, ભાલા, બરછી, બંદુક, તેપ વગેરે સજાવી-જેડી તૈયાર રાખવાં, તે સજનાધિકરણિકી ક્રિયા કહેવાય અને તેને નવા તૈયાર કરાવવાં, તે નિર્વાધિકણિકી ક્રિયા કહેવાય. ઔદારિક શરીર પણ હિંસાનું સાધન હેવાથી, તેના દ્વારા અધિકરણિકી ક્રિયા લાગે છે.
(3) પ્રાષિકી–જીવ તથા અજીવ પર દ્વેષ કરવાથી જે કિયા લાગે, તે પ્રાષિકી કહેવાય.