Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 321
________________ આશ્રવતત્વ . .. ૨૪ . (૪) પારિતાપનિકી–પિતાને અથવા પરને પશ્તિાપ ઉપજાવવા વડે જે ક્રિયા લાગે, તે પારિતાપનિકી ક્રિયા. કહેવાય. પુત્રાદિકના વિયેગથી દુઃખી થતે જીવ પિતાની છાતી ફૂટે, માથું ફેડે તે તે સ્વપરિતાપનિકી ક્રિયા કહેવાય અને જે પુત્ર--શિષ્ય વગેરેને તાડન-નર્જન કરે તે પરપારિતાપનિકી ક્રિયા કહેવાય. તાત્પર્ય કે આ ક્રિયા પણ રવ અને પરના ભેદથી બે પ્રકારની છે. (૫) પ્રાણુતિપાતિકી–પિતાના તથા બીજાનાં પ્રાણુને નાશ કરતાં જે ક્રિયા લાગે, તે પ્રાણાતિપાતિકી કિયા કહેવાય. ' (૬) આરંભિકી-ખેતી કરવી, ઘાસ કાપવું, રસોઈ કરવી વગેરે જીવનનિર્વાહ માટેની પ્રવૃત્તિઓને આરંભ કહેવામાં આવે છે. તેના દ્વારા જે કિયા લાગે, તે આર. લિકી કહેવાય છે. આમાં જીવ હણવાની બુદ્ધિ હોતી નથી, છતાં જીવ હણાય છે, તેથી ક્રિયા લાગે છે. જે જીવ હણવાની બુદ્ધિએ આવી કિયા થાય, તે તેની ગણના પ્રાણાતિપાલિકામાં થાય છે. (૭પારિગ્રહિકી-ધન, ધાન્ય, જમીન, પશુ વગેરેને મમત્વ ભાવથી સંગ્રહ કરતાં જે કિયા લાગે, તેને પારિગ્રહિક કહેવાય. (૮) માયાપ્રત્યાયિકી–માયા-કપટ કરવાથી જે કિયા લાગે, તે માયાપ્રત્યચિકી કહેવાય. પ્રત્યય એટલે- કારણ

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334