________________
સંવરતત્વ
૨૫.
ત્તિ-ત્રણ. તુવીસ-બાવીશ. વ-દશ. વાર-બાર. વંજ-પાંચ.
હિં–ભેદો વડે.
સવિન–સત્તાવન. (૫) અર્થ-સંકલનાઃ
' સંવરતત્વ સમિતિ, ગુપ્તિ, પરીષહજય, યતિધર્મ, ભાવના અને ચારિત્રના પાંચ, ત્રણ, બાવીશ, દશ, બાર અને પાંચ ભેદે વડે સત્તાવન પ્રકારનું છે. (૬) વિવેચન : * સંવરતત્વ સત્તાવન ભેદે જાણવા ગ્ય છે. આ સત્તાવન ભેદને નિર્દેશ પ્રસ્તુત ગાથામાં કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ સંવરતત્વનો મુખ્ય છ ભેદો કહી, પછી તેના ઉત્તરભેદ કહેવામાં આવ્યા છે. સમિતિ, ગુપ્તિ, પરીષહજય, યતિધર્મ, ભાવના અને ચારિત્ર એ સંવરતત્વના મુખ્ય ભેદ છે. તેમાં સમિતિ પાંચ પ્રકારની છે, ગુપ્તિ ત્રણ પ્રકારની છે, પરીષહજય બાવીશ પ્રકારને છે, યતિધર્મ દશ પ્રકાર છે, ભાવના બાર પ્રકારની છે અને ચારિત્ર પાંચ પ્રકારનું છે. આ રીતે સંવરતત્વના. કુલ સત્તાવન ભેદો થાય છે.