________________
સંવતત્વ (૫) અર્થસંકલના
'પાંચ સમિતિએ તે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ અને ઉત્સર્ગસમિતિ, તેમજ ત્રણ ગુપ્તિએ તે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, (૬) વિવેચન :
સંવરની સિદ્ધિ કરવા માટે જે ક્રિયાઓ ઉપયોગી મનાયેલી છે, તેમાં સમિતિ અને ગુપ્તિની મુખ્યતા છે. શાસ્ત્રકારોએ તેને અષ્ટપ્રવચનમાતાની ઉપમા આપેલી છે. પ્રવચન એટલે સંયમી પુરુષને ચારિત્રરૂપ દેહ, તેનું બારણું - પિષણ કરવા માટે માતા સમાન એવી જે આઠ વસ્તુઓ તે અષ્ટપ્રવચનમાતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
एयाओ पञ्च समिइओ, चरणस्स य पवत्तणे । गुत्ति नियत्तणे वुत्ता, अनुभत्थेमु सव्वसा ।। एसा पक्यणमाया, जे सम्मं आयरे मुणी। खिप्पं सत्र संसारा, विप्पमुच्चइ पण्डिए ।
આ પાંચ સમિતિએ ચારિત્રનું પ્રવર્તન કરવામાં ઉપયોગી છે, અને ત્રણ ગુપ્તિઓ અશુભ વ્યાપારમાંથી સર્વથા નિવૃત્ત થવા માટે ઉપયોગી છે. આ રીતે આઠ પ્રવચનમાતાનું જે બુદ્ધિમાન મુનિ સભ્ય આચરણ કરે છે, તે સર્વે સંસારમાંથી શીબ મુક્ત થાય છે. ! !
ઈસમિતિનું પાલન કરવા માટે નીચેના છે નિયમોનું અનુસરણ જરૂરી છે .