________________
નવ-તત્વ-દીપિકા
પણ જોવામાં આવે છે. બીજાઓને છેતરવા વડે જે કિયા લાગે તે વૈતારણિકી ક્રિયા કહેવાય. . (૧૯) અનાભોગિકી–અનાભોગ એટલે અસાવધાની. કેઈ પણ પ્રવૃત્તિ અસાવધાનીએ કરતાં જે ક્રિયા લાગે, તે અનાગિકી કહેવાય. : (૨૦) અનવકાંક્ષપ્રત્યાયિકી––પિતાના અથવા પરના હિતની આકાંક્ષા-અપેક્ષારહિત આ લેક અને પરલોક વિરુદ્ધ ચેરી, પરદારગમન વગેરે પ્રવૃત્તિ કરતાં જે ક્રિયા લાગે, તે અનવકાંક્ષપ્રત્યયિકી કહેવાય.
(૨૧) પ્રાયોગિકી––અહીં પ્રયોગ શબ્દથી હિંસાદિ દુષ્ટ કાયવ્યાપાર, અસત્ય ભાષણરૂપ દુષ્ટ વચનવ્યાપાર અને દ્રોહ, ઈર્ષા, અભિમાન વગેરરૂપ દુષ્ટ મને વ્યાપાર સમજવે. તેના વડે જે ક્રિયા લાગે, તે પ્રાયોગિકી કહેવાય. . (૨૨) સમાદાનિકી–ત્રણ પ્રકારના યંગ દ્વારા આઠ પ્રકારના કર્મ પુદ્ગલને ગ્રહણ કરવારૂપ જે કિયા તે સમાદાનિકી કહેવાય અથવા તે ચેગને બનાવવામાં સમર્થ એવા પુદ્ગલેનું ગ્રહણ કરવું, તે સમાદાનિકી ક્રિયા કહેવાય.
(૨૩) પ્રેમપ્રત્યચિકી-પિતે પ્રેમ કરતાં અથવા બીજાને પ્રેમ ઉપજે એવાં વચને બેલતાં જે કિયા લાગે, તે પ્રેમપ્રત્યયિકી કહેવાય.
(૨૪) દ્વેષપ્રત્યયિકી–પોતે દ્વેષ કરતાં અથવા બીજાને ઠેષ ઉપજે એવાં વચને બેલતાં જે ક્રિયા લાગે, તે હેપપ્રત્યયિકી કહેવાય.