________________
પ્રકરણ નવમુ
સવરતત્ત્વ
[ ગાથા પચીશમીથી તેત્રીશમી સુધી ]
(૧) ઉપમઃ
જેમ જીવનુ વિરોધી તત્ત્વ અજીવ છે અને પુણ્યનું વિરાધી તત્ત્વ પાપ છે, તેમ આશ્રવન વિધી તત્ત્વ સવર છે. તત્ત્વાર્થ સૂત્રમાં તા શ્રવનિરોધઃ સંવર: - આશ્રવના નિરાધ, તે જ સંવર ’ એવી સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે.
આશ્રવની ગણુના હૈયતત્ત્વમાં થઈ છે, કારણુ કે કર્મના સમૂહ-કનું કટક આત્મા ભણી આવે એ ઇષ્ટ નથી. ધાડપાડુઓનુ કોઈ ટોળું ગામભણી આવતુ હોય તેા અને ઇષ્ટ કાણુ લેખે ? એ ગામમાં આવે તે નિશ્ચિત લૂટફાટ કરવાનું અને લોકોને ત્રાસ પમાડવાનું. કમઁકટકની સ્થિતિ પણ આવી જ છે. તેના આત્મા સાથે સંબધ થયા કે તે જ્ઞાનાદિ અનેક ગુણાના રાધ કરવાનું અને દુઃખ, કષ્ટ કે સુશીખતાની જાળ પાથરવાનુ. પરંતુ સંવરની ક્રિયા આ