________________
આમથતા
આવે તે અશુભાશ્રવ થાય, કારણ કે ત્યાં અપ્રશસ્ત ભાવ વર્તે છે. અથવા ગુરુ વગેરેની ભક્તિના નિમિત્તે અન્નપાનની પરીક્ષા કરવા રસનાને ઉપગ કરીએ તે શુભાશ્રવ થાય, અને ત્યાં લિજજત ખાતર રસોઈ ચાખીએ તે અશુભાશ્રવ થાય. કારણ કે ત્યાં અનુક્રમે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવ વતે છે. અથવા પ્રભુપૂજાની સામગ્રીમાં રહેલી સુગંધથી રાજી થઈએ તે શુભાશ્રવ થાય અને મેજની ખાતર તેલ, અત્તર વગેરેની ખુશબે માણીએ તે અશુભાશ્રવ થાય, કારણ કે પ્રથમમાં પ્રશસ્ત ભાવ છે અને બીજામાં અપ્રશસ્ત ભાવ છે. અથવા જિનપ્રતિમા, ગુરુ, સંઘ, શાસ્ત્ર, ધર્મ, સ્થાન આદિનાં દર્શન કરીએ અને તેમનાં ગુણગાન સાંભળીએ તે શુભાશ્રવ થાય અને રૂપવતી રમણીઓના અંગે પાંગ નિહાળીએ, ખેલતમાશા જોઈએ તથા નાટક–સીનેમાનાં ગીત વગેરે સાંભળીએ તે અશુભાશ્રવ થાય, કારણ કે ત્યાં અનુક્રમે પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવનું પ્રવર્તન છે.
આને સાર એ છે કે ઈન્દ્રિયેના સમૂહને અંકુશમાં શખીએ, તેના વિષયમાં અનાસક્ત રહીએ તથા અનિષ્ટ વસ્તુઓને સોગ થતાં નારાજ ન થઈએ તે કર્મના આગમનથી બચી શકાય છે અને આત્માની ઉન્નતિ કરી શકાય છે. પરંતુ ઈન્દ્રિયેને વશ થયા, તેની ઉત્તેજના અનુભવી કે તેની આસક્તિમાં ફસ્યા તે કર્મનો પ્રવાહ ધબંધ આત્મા ભણું વહે છે અને પરિણામે બંધ થતાં + સ્ત્રીને ઉદ્દેર્શીને લઈએ ત્યાં પુરુષનાં રૂપદિ ઘટાવવાં.