________________
આવતત્વ
૩૫
-
--
છે, અથવા પશુઓને સંહાર થતું હોય કે દીક્ષાના સાચા અભિલાષીને તેના કુટુંબીજને બળજબરીથી રેકી રાખતા હોય તે અમુક પ્રકારે માયાનું સેવન પણ કરવું પડે છે અને જ્ઞાન-દર્શન–ચારિત્ર તથા વૈયાવૃત્યાદિનાં ઉપકરણે વગેરે માટે કંઈક લેભ પણ રાખવું પડે છે. આ રીતે ક્રોધાદિ ચારે કષા પ્રશસ્ત કારણે પણ થાય છે.
- મેક્ષની આરાધનામાં આગળ વધવું હોય તે ઈન્દ્રિય- જયની જેમ કષાયજય પણ અવશ્ય કરવો પડે છે. અથવા તે સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તે પ્રથમ કષાયમાંથી મુક્તિ મેળવવી પડે છે, તેથી જ કહેવાયું છે કે “પારમુઃિ શિસ્ત્ર મુવિ -કષાયમાંથી મુક્તિ મેળવવી, એ જ ખરેખર ! સાચી મુક્તિ છે.”
આ વ્રતને અભાવ અવ્રત કહેવાય છે. વ્રત એટલે વિરતિ, ત્યાગ, નિયમ કે પ્રત્યાખ્યાન. તે આત્મા પર એક જાતનું નિયંત્રણ લાવે છે અને તેથી કર્મનું આગમન અટકી જાય છે, પરંતુ અવતની દિશામાં કેઈ નિયંત્રણ રહેતું નથી.એટલે જાણતાં-અજાણતાં કર્મનું આગમન થયા જ કરે. છે કે જેને અગ્રતાથવ કહેવાય છે.
અવતાશ્રવના પાંચ પ્રકારો છેઃ (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન (૪) મિથુન અને (૫) પરિગ્રહ. તેમાં પ્રાણુના કેઈ પ્રાણુને અતિપાત એટલે નાશ કરે તે પ્રાણાતિપાત કહેવાય છે. પ્રાણીવધ, જીવવધ. જીવહિંસા, હિંસા, ઘાતના, મારણ, વિરાધના વગેરે તેના