Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 315
________________ આવતત્વ તેની સલામતી જળવાય છે અને વાડ ન કરીએ તે ગમે. તે ઠેર-ઢાંખર અંદર આવીને તેને ચરી જાય છે. આ જ રીતે વ્રત એ આત્મરક્ષણની વાડ છે. તે કર્મરૂપી ઢેરેને અંદર આવતાં અટકાવે છે, પરંતુ એ પ્રકારની વાડ ન હોય તે કર્મરૂપી ઢેર ગમે ત્યારે અંદર ઘુસી જાય છે અને આત્માની લીલુડી ગુણવાટિકાનું નિકંદન કાઢી નાખે છે. અવતમાં પણ પ્રશસ્ત અને અપ્રશસ્તની વિચારણને સ્થાન છે. દાખલા તરીકે એક મનુષ્ય શાસનદ્રોહી, સંઘને સતાવનાર તથા ધર્મને ધ્વંસ કરનારે હય, તે તેને દંડ આપવા માટે કેટલીક હિંસાને આશ્રય લે પડે છે, પણ ત્યાં ભાવના પ્રશસ્ત હોવાથી શુભાશ્રવ થાય છે. જ્યારે સ્વાસ્થિિનમિત્તે અન્ય જીવેની હિંસા કરવામાં આવે, ત્યાં અપ્રશસ્ત ભાવ છે, તેથી તે અશુભાસવને જન્મ આપે છે. બીજા અવતેમાં પણ યથાયોગ્ય આ પ્રમાણે વિચારવું. યેગને કારણે કર્મનું જે આગમન થાય, તેને યેગાશ્રવ કહે છે. જીવ અસંખ્ય પ્રદેશવાળે છે, આ વસ્તુ પૂર્વે જીવતત્વના વર્ણન પ્રસંગે કહેવામાં આવી છે. આ પ્રદેશેમાંથી મધ્યના આઠ પ્રદેશે કે જેને “ચક કહેવામાં આવે છે, તે સિવાયના બધા પ્રદેશમાં એક પ્રકારનું પરિસ્પંદન (Vibration) થાય છે. અને તે પરિસ્પંદનના કારણે જ કાર્મણ વર્ગણુઓને સમૂહ જીવ તરફ આકર્ષાઈ તેની સાથે સમ્બદ્ધ થાય છે. આત્મપ્રદેશોનું આ પરિસ્પંદન ત્યારે જ બંધ થાય છે કે જ્યારે આત્મા ચૌદમા ગુણસ્થાનકે

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334