________________
નવ-તત્ત્વ-દીપિકા
પર્યાયશબ્દો છે. મૃષા એટલે અસત્ય, ઉપલક્ષણથી અપ્રિય અને અહિતકર. તેને વધવું તે મૃષાવાદ કહેવાય છે. અલીક વચન, અસત્ય વચન, જૂઠાણું વગેરે તેના પર્યાય શબ્દો છે. અદત્ત એટલે વસ્તુના માલિકે રાજીખુશીથી નહિ દીધેલું, તેનું આદાન એટલે ગ્રહણ કરવું, તે અદત્તાદાન કહેવાય છે. તેય, ચોરી, પરદ્રવ્યહરણ વગેરે તેના પર્યાય શબ્દ છે. મિથુન એટલે સ્ત્રી પુરૂષનું જોડું. તેમની વિષયભેગને લગતી જે કિયા તેને મથુન કહેવાય છે. અબ્રહ્મ તેને પર્યાયશબ્દ છે. પરિ ઉપસર્ગ સમંતભાવને ઘાતક છે અને
ગ્રહપદ ગ્રહણનું સૂચન કરે છે. તાત્પર્ય કે મૂછ યા મમત્વ- ભાવથી ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, એનું, રાચ- રચીલું, નેકર-ચાકર તધા ઢેરઢાંખર વગેરેને સંગ્રહ કરવાની ક્રિયાને પરિગ્રહ કહેવામાં આવે છે.
અઢાર પાપસ્થાનમાં આ પાંચ કિયાઓને પહેલી મૂકી છે, કારણ કે તે મોટાં પાપ છે. તેનું સેવન કરતાં કર્મને જમ્બર પ્રવાહ આત્મા ભણી વહે છે અને પરિરણુમે આત્માની અગતિ થાય છે. વિશેષમાં આ પાપમય
પ્રવૃત્તિઓનું વિરમણ કરવામાં ન આવે, એટલે કે તેને સંકલ્પપૂર્વક ત્યાગ કરવામાં ન આવે, ત્યાં સુધી કર્મનું આગમન ચાલુ જ રહે છે. એક ખેતરને વાડ કરીએ તે
૧. વૈકિય (દેવી) અને દારિક (માનુષી અને તિયચી) એ બે પ્રકારની સ્ત્રી સાથે મન, વચન, કાયાથી બ્રહ્મ સેવવું, સેવરાવવું અને અનુમોદવું, એ રીતે અબ્રહ્મના ૧૮ પ્રકારે થાય છે.