________________
માથવતવ -
૨૩
છે, અવતાશ્રવ પાંચ પ્રકાર છે અને ગાશ્રવ ત્રણ પ્રકારનું છે. વિશેષમાં પચીશ પ્રકારની ક્રિયાઓ પણું આશ્રવમાં ગણાય છે. આ રીતે આશ્રવતત્વના ૫ + ૪૦ + ૫. +૩+ ૨૫ મળીને કુલ ૪ર ભેદો થાય છે.
ઈન્દ્રિયેનાં કારણે કર્મનું જે આગમન થાય, તેને ઈન્દ્રિયાશ્રવ કહે છે. તેના પાંચ પ્રકારે છે : સ્પર્શનેન્દ્રિયાશ્રય, રસનેન્દ્રિયાશ્રવ, ધ્રાણેન્દ્રિયાશ્રય, ; ચક્ષુરિન્દ્રિયાશ્રવ અને
ન્દ્રિયાશ્રવ. તેમાં સ્પર્શનેન્દ્રિયના ૮ વિષયે છે, રસનેન્દ્રિયના ૫ વિષયે છે, ઘ્રાણેન્દ્રિયને ૨ વિષયે છે, ચક્ષુરિન્દ્રિયના ૫ વિષયે છે અને શ્રોત્રેન્દ્રિયના ૩ વિષયે છે. આ રીતે પાંચ ઈન્દ્રિયેના બધા મળીને ૨૩ વિષયે. છે કે જેને પરિચય પૂર્વે યથાસ્થાને અપાઈ ગયેલ છે.
આત્મા પાંચ ઈન્દ્રિ દ્વારા આ વીશ વિષયને ભંગ કરે છે. હવે તે અનુકૂળ વિષય મળતાં રાગી બનેરાજી થાય અને પ્રતિકૂળ વિષય મળતાં દ્રષી બને–નારાજ થાય, તે કર્મનું આગમન થાય છે અને તે તે ઈન્દ્રિયને લગતે આશ્રવ ગણાય છે. દાખલા તરીકે એક મનુષ્યને સૂવા માટે મેટી તળાઈ મળતાં તે રાજી થાય છે અને મનથી તેનાં વખાણ કરે છે કે સૂવા માટે કેવી સુંદર તળાઈ મળી ! તે ત્યાં કર્મનું આગમન થાય છે અને તે સ્પર્શનેન્દ્રિયાશ્રવ કહેવાય છે. તે જ રીતે સુંદર રઈ સુગંધી પદાર્થો, મનહર રૂપ તથા મધુર સ્વરથી ઉત્તેજના પામી તેમાં આસક્ત બને તે કર્મનું આગમન થાય