________________
૧૯૮
નવ-તત્ત્વ-દીપિકા
ઉચ્ચ જાતિમાં થાય છે અને તેમને ધન, વૈભવ, ઠકુરાઈ ઉત્તમ વિચારે વગેરે સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેનું સૂચન ઉચ્ચ ગોત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
મનુષ્યગતિ અને દેવગતિ પણે પુણ્યના પ્રભાવે જ સાંપડે છે, તેથી મનુષ્યદ્ધિક અને સુરદ્ધિકને અહીં ઉલ્લેખ કરે છે, વળી પચેન્દ્રિયપણું પણ પુણ્યના ઉદયે જ પ્રાપ્ત થાય છે, તે અહીં પચેન્દ્રિયજાતિથી સૂચવ્યું છે.
શરીર વિના પુણ્યનું ફળ ભેગવાતું નથી, તેથી ઔદ્યારિક આદિ પાંચેય શરીરની ગણના પુણ્યના ભેદમાં કરેલી છે.
- પુણ્યશાળી આત્માઓના શરીરનું સંઘયણું એટલે શરીરને બાંધે ઉત્તમ કોટિને હોય છે તથા તેમની આકૃતિ પણું પ્રમાણપત અને સર્વે શુભ લક્ષણેથી યુક્ત હોય છે, તે અહીં પ્રથમ સંઘયણ અને સંસ્થાન શબ્દથી સૂચિત કર્યું છે.
શરીરને શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ તથા શુભ સ્પર્શ પણ પુણ્યને જ આધીન છે તથા લેહની જેમ અતિ ભારેપણું પણ નહિ; તેમ રૂની જેમ અતિ હળવાપણું પણ નહિ, પરંતુ સપ્રમાણ વજન એ પણ પુણ્યનું જ ફળ છે, તે અહીં અગુરુલઘુ પરથી જણાવેલ છે.
બીજા પર પ્રભાવ પડે, તે પણ પુણ્ય વિના બનતું નથી, તેમ રૂપ-કાંતિ વગેરે પણ પુણ્યના પ્રકર્ષ વિના પ્રાપ્ત થતાં નથી. વળી શ્વાસોચ્છવાસ સુખપૂર્વક લેવાય