________________
=
૨૦૨
નવતરવ-દીપિકા નામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ અને યશકીર્તિનામ એ ત્રસાદિ દશક છે. (૬) વિવેચન :
પુણ્યના બેંતાલીશ ભેદમાં ત્રસદશકની ગણના છે, તે ત્રસદશકનું વર્ણન આ ગાળામાં કરેલું છે. - ત્રસદશકમાં પ્રથમ ઉલ્લેખ રસનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવ ત્રસમણું પામે છે. જે જીવે ઠંડી, તાપ, ભય વગેરેથી ત્રાસ પામીને અથાત્ દુઃખી થઈને તેને નાશ કરવાની એટલે પ્રતિકાર કરવાની ચેષ્ટા કરે, તેને ત્રસમણું સમજવું. સ્થાવરપણુની અપેક્ષાએ ત્રસપણું ઉત્તમ છે, તેથી તેને એક પ્રકારની પુણ્યપ્રકૃતિ માનવામા આવી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જી કરતાં વિકસેન્દ્રિય છે અને પચેન્દ્રિય જીવેનું જીવન ઉચ્ચ કેટિનું હોય છે, તેમાં કેઈ શંકા નથી.
ત્રસદશકમાં બીજો ઉલ્લેખ બાદરનામકર્મને કરવામાં આચે છે. આ કર્મના ઉદયથી જીવને બાદરપણું ઉત્પન્ન થાય છે. સૂક્ષમણની અપેક્ષાએ આ સ્થિતિ સારી રહેવાથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
ત્રસદશકમાં ત્રીજે ઉલ્લેખ પર્યાપ્ત નામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવ પિતાને ગ્ય પર્યાપ્તિએ પૂરી કરે છે અને તેની ગણના પર્યાપ્તમાં થાય છે. અપ