________________
૨૧૮
નવ-તત્વ-દીપિકા
-
~
અમાર્ગની સંજ્ઞા થાય છે અજીવમાં જીવની સંજ્ઞા અને જીવમાં અજીવની સંજ્ઞા થાય છે; અસાધુમાં સાધુની સંજ્ઞા અને સાધુમાં અસાધુની સંજ્ઞા થાય છે તથા અમુક્તમાં મુક્તની સંજ્ઞા અને મુક્તમાં અમુક્તની સંજ્ઞા થાય છે.
વળી મિથ્યાત્વના ઉદયથી સત્યશોધનની વૃત્તિ શિથિલ બની જાય છે, તેથી સત્ય પ્રાપ્ત થતું નથી અને અસત્યના પડછાયે જ ચાલવાનો વખત આવે છે. શાસ્ત્રકારે કહે છે કે “મિથ્યાત્વ જે કઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કઈ વિષ નથી, મિથ્યાત્વ જે કઈ અંધકાર નથી. આ સગોમાં મિથ્યાવની ગણના પાપના એક ભેદ તરીકે થાય, એ સર્વથા ઉચિત છે.
સ્થાવરદશક અંગે આગળ વીસમી ગાથામાં વિવેચન આવશે.
નરકત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકનું આયુષ્ય. લૌકિક ભાષામાં કહીએ તે જીવને નરકનાં દુખેને આસ્વાદ કરાવનારી તેફાની ત્રિપુટી. નરકગતિકર્મથી જીવને નરકમાં જ ઉત્પન્ન થવું પડે. તે દેવ, મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જવા ઈચ્છે તે જઈ શકે નહિ. નરકાનુપૂર્વી નરકમાં ઉત્પન્ન થવાનાં સ્થાને લઈ જાય; અને નરકાયુષ્ય જીવને નારકની સ્થિતિમાં નિયત સમય સુધી ગંધી રાખે કે જયાં અસહ્ય યાતનાઓ સહન કરવાની હોય છે. કેટલાક પાપ કરનારાઓ એમ માને છે કે કરેલા પાપના બદલામાં એડો દંડ ભરી દઈશું કે થોડી સજા સહન કરી લઈશું,