________________
પાપતવ
૨૨૭
છે. સ્થાવરદશકમાં સાતમે ઉલ્લેખ દુર્ભાગનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી છવ સહુને અળખામણે થઈ પડે છે.
ત્રસદશકમાં આઠમે ઉલ્લેખ સુસ્વરામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે મધુર સ્વરની પ્રાપ્તિ થાય છે. સ્થાવરદશકમાં આઠમે ઉલ્લેખ સ્વરનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવને કર્કશ કે કઠોર સ્વરની પ્રાપ્તિ થાય છે.
ત્રસદશકમાં નવમે ઉલ્લેખ અનાદેય નામને કરવામાં આવે છે. આ કર્મના ઉદયથી જીવનું વચન બીજાને માન્ય થાય છે. સ્થાવરદશકમાં નવમે ઉલ્લેખ અનાદેયનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવનું વચન ગમે તેવું યુક્તિયુક્ત હોય તે પણ બીજા માન્ય રાખતા નથી.
ત્રસદશકમાં છેલ્લે ઉલ્લેખ યશકીતિ નામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. સ્થાવરદશકમાં છેલ્લે ઉલ્લેખ અપયશ કીતિ નામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવ ગમે તેવાં સારાં કામ કરે તે પણ તેને અપયશ તથા અપકીર્તિના જ ભાગી થવું પડે છે.
આ રીતે સ્થાવરદશકનું તુલનાત્મક વિવેચન અહીં. પૂરું થાય છે અને તે સાથે “પાપતવ નામનું સાતમું પ્રકરણ પણ પૂરું થાય છે.