________________
નવ તત્ત્વ દીપિકા,
ત્રસદશકમાં ચેાથેા ઉલ્લેખ પ્રત્યેક નામના કરવામાં આન્યા હતા કે જેના પરિણામે જીવને સ્વતંત્ર કે પૃથક્ રારીરની પ્રાપ્તિ થાય છે. સ્થાવર્દશકમાં ચાથેા ઉલ્લેખ સાધારણ નામના કરવામાં આવ્યે છે. આ ક્રમના ઉદયથી જીવને સાધારણ શરીરની પ્રાપ્તિ થાય છે. સાધારણ શરીર એટલે અનંત આત્માઓનું એક જ શરીર. તેમાં જીવનધારણની બધી ક્રિયાઓ સાથે જ થાય. સાધારણ વનસ્પતિ— કાયના જીવાને આવુ જ શરીર પ્રાપ્ત થયેલુ હોય છે.
ત્રસદશકમાં પાંચમા ઉલ્લેખ સ્થિરનામના કરવામાં આવ્યા હતા કે જેના પરિણામે હાડ વગેરે સ્થિરતા—દેઢતા પામે છે. સ્થાવરદશકમાં પાંચમે ઉલ્લેખ અસ્થિરનામના કરવામાં આવ્યે છે. આ કર્મીના ઉદ્ભયથી જીવને અસ્થિર અવયવેાની પ્રાપ્તિ થાય છે.
ત્રસદશકમાં છઠ્ઠો ઉલ્લેખ શુભનામના કરવામાં આવ્યા હતા કે જેના પરિણામે નાભિ ઉપરના ભાગ પ્રશસ્ત હાય છે. સ્થાવરઢશકમાં છઠ્ઠો ઉલ્લેખ અશુભ નામના કરવામાં આવ્યા છે. આ કમના ઉદ્મયથી જીવને નાભિ નીચેનું શરીર અપ્રશસ્ત પ્રાપ્ત થાય છે. જેના સ્પર્ધાથી આનંદ થાય તે પ્રશસ્ત અને આન ન થાય તે પ્રશસ્ત.
ત્રસદશકમાં સાતમે ઉલ્લેખ સુભગનામના કરવામાં આવ્યા હતા કે જેના પરિણામે જીવ સહુને પ્રિય થઈ પડે