________________
નવ-તત્વ-દીપિકા
*
છે. આ કર્મના ઉદયથી જીવને સુંદર-મધુર સ્વર પ્રાપ્ત થાય છે, તેથી તેની ગણના પુણ્ય-પ્રકૃતિમાં કરેલી છે.
ત્રશદશકમાં નવમે ઉલ્લેખ આદેયનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવનું વચન બીજાને માન્ય થાય છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
ત્રશદશકમાં છેલ્લે ઉલ્લેખ યશકીર્તિનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.
પુણ્ય નવ પ્રકારે બંધાય છે અને બેંતાલીશ પ્રકારે ભગવાય છે. શાસ્ત્રકારોએ તેને સેનાની બેડીની ઉપમા આપી છે. તેને અર્થ એ છે કે પુણ્યકર્મ પણ આખરે તે બંધન જ છે અને તેને છોડ્યા વિના મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પણ ધર્મની સામગ્રી મેળવવામાં તે ઉપયોગી છે, એટલે તેને આદર કર એગ્ય છે.
પુણ્યતવ' નામનું છઠું પ્રકરણ અહીં પૂરું થાય છે.