________________
પુણ્યતવ
---
--
--
दीक्षाक्षणे तीर्थकृतोऽपि पात्रापात्रादिचर्यां ददतो न चक्रुः ॥
દીન ખીઓને દયાની ભાવનાથી અપાતું દાન શ્રેષ્ઠ છે અને ભેગાદિ સામગ્રીઓને અપાવનારું છે. દીક્ષા લેવાને પ્રસંગ પ્રાપ્ત થતાં તીર્થકરે એક વર્ષ સુધી જે દાન આપે છે, તેમાં પાત્ર–અપાત્રને વિચાર કરતા નથી, પરંતુ સર્વેને સમાન બુદ્ધિથી દાન આપે છે.”
તાત્પર્ય કે કઈ પણ દીન-દુખીને સહાય કરવાની બુદ્ધિએ દાન દેતાં પુણ્ય બંધાય છે અને કેઈ અભ્યાગત ઘરના દ્વારે આવીને ઊભે રહે, તેને નિરાશ કરીને પાછે કાઢતાં મારે ધર્મ નિંદાશે, માટે તેમ ન થવા દેવાની ઈચ્છાએ જેઓ અનાદિક આપે છે, તેઓ પણ પુણ્ય ઉપાર્જન કરે છે.
પુણ્યતત્ત્વ મુખ્યત્વે ગૃહસ્થને ઉપાદેય છે.
પુણ્ય ક્રિયાઓથી જે પુણ્ય બંધાય છે, તેનું ફલ બેંતાલીશ પ્રકારે ભગવાય છે. આ બેંતાલીશ પ્રકારને ઉલ્લેખ પ્રસ્તુત ગાથાઓમાં કરવામાં આવ્યે છે. તે પર એક દષ્ટિપાત કરી લઈએ.
પુણ્યશાળી આત્માઓને સામાન્ય રીતે સર્વત્ર સુખને અનુભવ થાય છે, તેથી અહીં પ્રથમ ઉલ્લેખ શાતા વેદનીયન કરવામાં આવ્યો છે.
પુણ્યશાળી આત્માઓને જન્મ ઉચ્ચકુલમાં થાય છે,