________________
કર્મવાદ
૧૭
પિંડપ્રકૃતિની ૭૫ ઉત્તરપ્રકૃતિઓ આ પ્રમાણે ગણાય છે. ૧ ગતિ ૪ ૮ સંસ્થાન ૨ જાતિ ૫ ૯ વર્ણ .૩ શરીર ૫ ૧૦ રસ જ ઉપાંગ ૩ ૧૧ ગંધ ૫ બંધન ૧૫ ૧૨ સ્પર્શ ૬ સંઘાત
૧૩ આનુપૂર્વી ૭ સંહનન ૬ ૧૪ વિહાગતિ ૨
કુલ ૭૫
અહીં તેમનું સ્વરૂપ સંક્ષેપમાં સમજી લઈ એ. ચૌદ પિંડે પ્રકૃતિ:
(૧) ગતિનામકર્મ–તેની ઉત્તરપ્રકૃતિએ ચાર છેઃ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ.
(૨) જાતિનામકમ–તેની ઉત્તરપ્રકૃતિ પાંચ છેઃ એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરિન્દ્રિય જાતિ અને પંચેન્દ્રિય જાતિ.
(૩) શરીરનામર્મ–તેની ઉત્તરપ્રકૃતિ પાંચ છેઃ દારિક શરીરનામ, વૈક્રિય શરીરનામ, આહારક શરીરનામ, તેજસ શરીરનામ અને કામણ શરીરનામ.
“ીતે રૂતિ સારીરમ્--જે સડી–પડી જાય, તે શરીર કહેવાય. કાયા, કલેવર, તનુ, તન, ચય, ઉપચય, દેહ, સંઘાત વગેરે તેના પર્યાયશબ્દો છે.