________________
નવ-તત્વ-દીપિકા પડજીભ, ચેરદાંત, રળી વગેયે ઉપઘાતકારી અવયવે. પ્રાપ્ત થાય.
(૩) પરાઘાત નામકર્મ–જેના ઉદયથી જીવ પિતાની હાજરીથી કે પિતાના વચનબળથી બીજાના પર, પ્રભાવ પાડી શકે તથા અતિ બળવાનને પણ ક્ષોભ પમાડી શકે.
(૪) આત૫ નામકર્મ–જેના ઉદયથી છવ પિતાનું શરીર અનુક્યું હોવા છતાં ઉણું પ્રકાશ આપી શકે. આ કર્મને ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવને જ હોય છે.
(૫) ઉદ્યોત નામકર્મ–જેના ઉદયથી જીવ પિતાના શરીરવડે શીત પ્રકાશ આપી શકે. જોતિષી વિમાનના છે આ પ્રકારના હોય છે. વળી ખદ્યોત એટલે આગિયા અને કેટલીક વનસ્પતિનાં શરીર પણ આ પ્રકારના હોય છે. યતિ અને દેવના ઉત્તરક્યિ શરીરમાં પણ ઉદ્યોત નામકર્મને ઉદય હોય છે.
(૬) શ્વાચ્છવાસ નામકર્મ–જેના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસનું નિયમન કરી શકે.
(૭) નિર્માણનામકર્મ–જેના ઉદયથી જીવ ચોગ્ય સ્થળે અગોપાંગનું નિર્માણ કરી શકે
(૮) તીર્થંકર નામકર્મ–જેના ઉદયથી છવ ત્રણેય ભુવનને પૂજવાચગ્ય થાય, સુર, અસુર અને મનુષ્યને