________________
- ૧૯૦
નવ તત્ત્વ–દીપિકા
ભાગવી શકાય નહિ. જે એકવાર ભેાગવી શકાય, તે ભાગ્ય સામગ્રી. ભાજન વગેરે આ પ્રકારની સામગ્રી છે.
(૪) ઉપભાગાંતરાય
જેના ઉદયથી ઉપભાગ્ય સામગ્રી ભાગવી શકાય નહુિ. જે વારંવાર ભાગવી શકાય તે ઉપભાગ્ય સામગ્રી. મકાન, રાચરચીલું, માગબગીચા, સ્ત્રી વગેરે આ પ્રકારની સામગ્રી છે.
(૫) વીર્યા તરાય કમ–જેના ઉદ્દયથી શક્તિને ચેાગ્ય ઉપચાગ થઈ શકે નહિ.
ઘાતી અને અઘાતી વિભાગ
આઠે કર્મોમાં ચાર ઘાતી ગણાય છે અને ચાર અઘાતી ગણાય છે. જે આત્માના મૂળ ગુણના ઘાત કરે, તે ઘાતી. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર કર્માં આ કેટિનાં છે. ખાકીના ચાર અઘાતી ગણાય છે, કારણ કે તે આત્માના મૂળ ગુણેાના ઘાત કરનારા નથી.
ધાતીકમની બધી ઉત્તરપ્રકૃતિ અશુભ છે અને અઘાતી કર્મીની ઉત્તરપ્રકૃતિમાં કેટલીક શુભ અને કેટલીક અશુભ છે. તેના વિશેષ ખ્યાલ પુણ્ય અને પાપતત્ત્વનાં વિવેચનથી આવી શકશે.
કની મૂળ પ્રકૃતિ તથા ઉત્તરપ્રકૃતિની સંખ્યા પ્રસ્તુત પ્રકરણગ્રંથની એગણચાલીસમી ગાથામાં જણાવેલી છે. તેનુ વર્ણન અગિયારમા પ્રકરણમાં આવશે.
· કમ વાદ ' નામનું પાંચમું' પ્રકરણ અહીં' પૂરું' થાય છે.