________________
૧૯૨
નવ-તત્ત્વ-દીપિકા वर्णचतुष्क-अगुरुलघु-पराघात-उच्छ्वास-आतपोद्योतम् । शुभखगंति-निर्माण-त्रसदशक-सुरनर-तिर्यगायुतीर्थकरम्॥१६॥ (૪) શબ્દાર્થ :
સા-શાતવેદનીય. રોગ-ઉચત્ર.
ઉચગોત્ર કર્મના ઉદયથી ઊંચા કુલમાં જન્મ થાય છે. ઉપલક્ષણથી દેશ, જાતિ, સ્થાન વગેરે પણ ઊંચા પ્રકારનાં મળે છે.
મજુતુબ- મનુષ્યદ્રિક, મનુષ્યગતિ અને મનુષ્યાનુવ
મનુષ્યદ્વિક એટલે મનુષ્યને લગતાં બે પ્રકારનાં કર્મો. તે અહીં મનુષ્યગતિ અને મનુષ્યગત્યાનુપૂવ કે મનુષ્યાનુપૂવી સમજવાં. મનુષ્યગતિનામકર્મથી જીવને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે અને મનુષ્યાનુપૂર્વનામકર્મ પૂર્વદેહ છેડ્યા પછી જીવને મનુષ્યગતિમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય, ત્યાં દોરી જાય છે.
કુટુ-સુરદ્રિક, દેવગતિ અને દેવાનુપૂવ.
સુરદ્ધિક એટલે દેવને લગતાં બે પ્રકારનાં કર્મો, તે અહીં દેવગતિ અને દેવાનુપૂવી જાણવાં. દેવગતિ નામકર્મથી જીવને દેવત્વ પ્રાપ્ત થાય છે અને દેવાનુપૂવી નામકર્મ જીવને દેવગતિમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય, ત્યાં દોરી જાય છે.
ઉજિતિંગારુ-પંચેન્દ્રિય જાતિ, પંચેન્દ્રિયપણું.