________________
૧૮૦
નવ-તત્વ-દીપિકા ઔદ્યારિક શરીરનામકર્મના ઉદયથી જીવને ઔદારિક શરીર પ્રાપ્ત થાય છે, તે સ્થૂલ ઔદ્યારિક વર્ગણાઓથી બનેલું હોય છે. અથવા એક્ષપ્રાપ્તિમાં સાધન હોવાથી ઉદાર-પ્રધાન શરીર માટે ઔદારિક કહેવાય છે.
વૈશ્યિ શરીર નામકર્મના ઉદયથી જીવને વૈક્તિ. શરીર પ્રાપ્ત થાય છે. જે શરીર વિક્રિયાને પામે, એટલે કે નાનામાંથી મોટું થઈ શકે મટામાંથી નાનું થઈ શકે પાતળામાંથી જાડું થઈ શકે, જાડામાંથી પાતળું થઈ શકે અથવા એક રૂપમાંથી અનેક રૂપ અને અનેક રૂપમાંથી એક રૂપ ધારણ કરી શકે તે વિક્રિય કહેવાય છે. દેવે તથા નારકેને આ પ્રકારનું શરીર સ્વાભાવિક જ હેય છે. મનુષ્ય લબ્ધિથી–ગસિદ્ધિથી આ પ્રકારણું શરીર ધારણ કરી શકે છે.
આહારક શરીરનામકર્મના ઉદયથી જીવને આહાક શરીર પ્રાપ્ત થાય છે. સૂક્ષમ અર્થને સદેહ નિવારણું. કરવા અર્થે ચતુર્દશ પૂર્વધારી મુનિ કેવલી ભગવત પાસે જવા માટે વિશુદ્ધ પુદગલનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે, તેને આહારક કહેવાય છે. આ શરીર માત્ર અંતર્મુહૂર્ત રહે છે.
તૈક્સ શરીરનામકર્મના ઉદયથી જીવને જે તે મય શરીર પ્રાપ્ત થાય છે, તે તૈજસ શરીર કહેવાય છે. તે આધેલ આહારનું પાચન કરે છે તથા ભૂખ લગાડે છે. તેજલેશ્યા મૂકવામાં આ શરીર ઉપગી નીવડે છે.