________________
કમવાદ
૧૮૩
કહે છે. (૩) નારાચસંહનન ના કો-જ્યાં હાડકાની બંને બાજુ મર્કટબંધથી બંધાયેલી છે, પણ હાડને પાટો કે ખીલી ન હોય, તેને આ પ્રકારનું સંઘયણ કહે છે. (૪) અદ્ધનારાયસંહનન ના ક–જેમાં હાડકાની એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ ખીલી હેય તેવા હાડની રચનાને આ પ્રકારનું સંધયણ કહે છે. (૫) કીલિકાસંહનન ના ક–જ્યાં કલિકા એટલે ખીલી માત્રથી જ હાડકાં બંધાયેલાં હોય, એવી હાડની રચનાને આ પ્રકારનું સંઘયાણું કહે છે. અને (૬) સેવાર્તસંહની ના કરુ. જ્યાં હાડકાં પરસ્પર અડીને જ રહેલાં હોય, તેને આ પ્રકારનું સંઘયણ કહે છે. પ્રાકૃતમાં તેને છેવટું સંઘયણ કહેવામાં આવે છે.
(૮) સંસ્થાનનામકમ– (શરીરની આકૃતિને સંસ્થાન કહે છે) તેની ઉત્તરપ્રકૃતિએ છ છે: (૧) સમચતુરસ્મસંસ્થાન ના ક–પર્યકાસને બેઠેલા પુરુષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણુ ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર તથા આસન અને લલાટનું અંતર, એ પ્રમાણે ચાર અલબાજુનું અંતર સરખું હોય તે સમચતુરસ સંસ્થાન. અથવા બધા અંગે પ્રમાણપત લક્ષણયુક્ત હોય, તે પણ શ્રેષ્ઠ સંસ્થાનવાળે કહેવાય. (૨) જોધપરિમંડલ ના ક-નાભિની ઉપરને ભાગ પ્રમાણપત અને લક્ષણયુક્ત હાય, પણ નીચેનો ભાગ પ્રમાણુ અને લક્ષાણુથી રહિત