________________
960
નવતત્વ-દીપિકા,
થતું નથી, એટલે કેઈ પણ અશુભ કર્મ નિકાચિતપણે બંધાઈ ન જાય, તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
કમની ચૂળ અને ઉત્તરપ્રકૃતિએ.
ફળ આપવાના સ્વભાવ-પ્રકૃતિ પરથી કર્મના પ્રકારે પડે છે. તેમાં મુખ્ય પ્રકારેને મૂલપ્રકૃતિ અને પેટા પ્રકારેને ઉત્તરપ્રકૃતિ કહેવામાં આવે છે.
કર્મની મૂલ પ્રકૃતિ આઠ છે. તેનાં નામે આ પ્રમાણે જાણવાં –
(૧) જ્ઞાનાવરણીય–જે આત્માના જ્ઞાનગુણનું આવરણ કરે છે
(૨) દર્શનાવરણય–જે આત્માના દર્શનગુણુનું આવરણ કરે છે. દર્શન એટલે સામાન્ય બેધ.
(૩) વેદનીય–જેના લીધે આત્માને શાતા અને અશાતાને અનુભવ થાય છે.
(૪) મોહનીય–જેના લીધે આત્માના શુદ્ધ શ્રદ્ધાન. અને સમ્મચારિત્રરૂપ ગુણને રેપ થાય છે.
(૫) આયુષ્ય–જેના લીધે આત્માને નિયત શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે.
(૬) નામ-જેના લીધે આત્મા મૂર્ત પણે પામે છે અને શરીરાદિ ધારણ કરે છે.
(૭) ગોત્ર-જેના લીધે આત્માને ઊંચા કે નીચા કુલમાં અવતરવું પડે છે.