________________
૧૮
નવ-તત્ત્વ-દીપિકા
કે સુશીખત ભાગવવી પડે, તેની જવામદારી તેની પાતાની છે. કેટલાક કહે છે કે ક્રમે અમને મારી નાખ્યા' કમે અમારા ભુક્કા કાઢી નાખ્યા' પણ તે ભૂલી જાય છે કે આ કર્યાં વગર નાતરે—વગર આમત્રણે આવેલાં નથી. તેને આત્માએ આમંત્રણ આપેલુ છે, તેથી જ તેઓ આવ્યાં છે અને પેાતાના સ્વભાવ પ્રમાણે પોતાનું કાર્ય કરી રહેલ છે, એટલે તેની સામે ફરિયાદ કરવાના કોઈ અર્થ નથી.
અહીં એટલે ખુલાસો કરવા જરૂરી છે કે કર્મનાં પુદ્ગલો બધા આત્મપ્રદેશ સાથે આતપ્રેત થઈ જાય છે. પણ મધ્યવતી આઠ રુચક પ્રદેશાને તેની કશી અસર પહેાંચતી નથી. એટલે કે તેટલો ભાગ શુદ્ધ આત્મસ્વરૂપે પ્રકાશતા રહે છે. જો આ પ્રદેશને પણ કર્મની અસર પહોંચે, તેા આત્માની જ્ઞાનાદિ શક્તિ તદ્ન ખાઈ જાય અને તેની અજીવથી જરાયે જૂદાઈ ન રહે; પણ તેમ બનતુ નથી, એ નિશ્ચિત છે.
દીપક પર જો મલમલનું કપરૢ ઢાંકયું હોય તા તેના પ્રકાશ કૈંક આંખા પડે છે; જે માદરપાર્ટનું કપડું ઢાંકયુ હાય તે તેના પ્રકાશ વધારે આંખા પડે છે અને જાડુ ખાદીનુ કપડું ઢાંકયુ હોય તે તેના પ્રકાશ ઘણા વધારે આંખે પડે છે. તાત્પર્ય કે આવરણના પ્રમાણમાં પ્રકાશ પર આંખપ આવે છે. આ જ સ્થિતિ આત્મા પર ક્રમ નું આવરણ આવતાં બનવા પામે છે. જો કતુ આવરણ અતિ ગાઢ હોય તે આત્માની શક્તિએ બિલકુલ