________________
નવ-તત્વ-દીપિકા અનાદિ કાલથી સંસારમાં રહેલા છે એક ગતિમાંથી બીજી ગતિમાં અને બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં . એમ નિરંતર પરિભ્રમણ કર્યા કરે છે અને વિવિધ ચેનિ એમાં ઉત્પન્ન થાય છે. સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે “સંસમાવજ પરં તે, વંધરિ વેરિ જ દુનિયાના સંસારમાં પરિભ્રમ! કરી રહેલો જીવ માનસિક, વાચિક અને કાયિક દુકૃતના કારણે નિરંતર નવાં નવાં ક બાંધતે રહે છે અને તેનું ફળ ભેગવે છે” તાત્પર્ય કે આત્માએ મિથ્યાત્વ આદિ કારણેએ જે કર્મો બાધેલાં છે, તેનાં ફળ ભોગવવા માટે જ તેને સંસારમાં સતત પરિભ્રમણ કરવું પડે છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે આત્મા પ્રથમ શુદ્ધ હતું અને પછી કર્મથી લેપાયે–ખરડાયે-બંધાયે. એવી કઈ સ્થિતિ નથી, કારણ કે શુદ્ધ આત્માને જે કર્મ વળગતા હોય, તે સિદ્ધના જીને પણ કર્મ વળગે અને તેથી તેમને સંસારમાં પુનઃ પ્રવેશ કરે પડે. અને જે તેમ થાય તે સિદ્ધિ, મુક્તિ કે મોક્ષ માટે પ્રયત્ન કરવાને કઈ અર્થ ન રહે. તાત્પર્ય કે આત્મા માટીની ખાણમાં રહેલા સુવર્ણની જેમ પ્રથમથી જ કર્મયુક્ત હોય છે અને અકામસકામ નિર્જરા વડે એ કર્મને ભાર હળવે કરતે રહે, તેમ તેમ તે પિતાને વિકાસ સાધતું જાય છે. જ્યારે તે પિતાને પરમ પુરુષાર્થ ફેરવી સર્વ કર્મને નાશ કરે છે, ત્યારે તે પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે કે જેને પરમાત્મદશા કહેવામાં આવે છે.