________________
કર્મવાદ કે વિષમતા વ્યાપેલી જણાય છે. એક રાજા છે, તે બીજે રંક છે, એક શ્રીમંત છે, તે બીજે ભીખારી છે, એક નીરોગી છે, તે બીજે રેગથી ભરેલું છે; એક વિદ્વાન છે, તે બીજે મૂખ છે, એક સર્વ વાતે સુખી છે, તે બીજે દરેક રીતે દુઃખી છે. શરીર, રૂપ, રંગ, બોલી–ચાલી વગેરેમાં પણ જુદી જુદી પરિસ્થિતિ જોવામાં આવે છે. હવે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી, એટલે આ વિચિત્રતા કે વિષમતાનું પણ કંઈક કારણું હોવું જોઈએ. જ્ઞાની ભગવંતે કહે છે કે એ કારણુ અન્ય કંઈ નહિ, પણું કર્મ જ છે.
ચિત્તે તત્ વર્મ-જે કરાય તે કર્મ કહેવાય. આ વ્યાખ્યા શબ્દશાસ્ત્રના ધોરણે થઈ અહીં કર્મવાદના પ્રસંગમાં તે આ રીતે ઘટાવવામાં આવે છે: “મિથ્યાત્વ આદિ હેતુઓ દ્વારા જે આત્મા વડે કરાય, તે કર્મ.”
છેડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલે આત્મા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગના કારણે કાશ્મણ વર્ગશુઓને જે સમૂહ ગ્રહણ કરે છે, તે આત્મપ્રદેશે સાથે ઓતપ્રોત થયા પછી કર્મ કહેવાય છે.
“ના જાઓ, અળા વીવો, તેમના નિધો ” આ સૂત્ર પાઠકેએ સાંભળ્યું હશે. તેને અર્થ એ છે કે કાલ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને જૈન ધર્મ પણ અનાદિ છે.