________________
કર્મવાદ
૧૯ ઝાંખી પડી જાય છે, ગાઢ હોય તે ઝાંખી પડી જાય છે અને પાતળું કે અતિ પાતળું હોય તે એ શક્તિઓને પ્રકાશ સારી રીતે પડે છે.
જ્યારે કામણ વર્ગણ આત્મપ્રદેશ સાથે ઓતપ્રેત થાય છે અને કર્મસંજ્ઞા ધારણ કરે છે, તે જ વખતે તે કેવું ફળ આપશે અને તે આત્માને જ્યાં સુધી વળગી રહેશે, તેને નિર્ણય થાય છે.
જ્યાં સુધી કમેં પિતાનું ફળ આપ્યું ન હોય, ત્યાં સુધી તે સત્તામાં રહેલું ગણાય છે. તે જ્યારે પિતાનું ફળ બતાવવાની સ્થિતિમાં આવે, ત્યારે તેને વિપાક થયેલો ગણાય છે અને જ્યારે તે પોતાનું ફળ આપવા લાગે, ત્યારે તે ઉદ્યમાં આવ્યું ગણાય છે. જ્યાં સુધી કર્મ ઉદયમાં આવી પિતાનું ફળ આપે નહિ, ત્યાં સુધી કાલ અબાધાકાલ ગણાય છે. અબાધાકાલ એટલે પીડા ન ઉપજાવનારે કાલ દાખલા તરીકે એક મનુષ્ય પોતાનાં કુકર્મો વડે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે, પણ તે અત્યારે કશી પીડા કરી શકે નહિ, કારણ કે અત્યારે તે કર્મને અબાધાકાલ વતે છે.
અબાધાકાલમાં કરણના ઝપાટા લાગી, તેની સ્થિતિમાં કેટલુંક પરિવર્તન થાય છે, પણ તેનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. આ બાબતમાં એટલું જ યાદ રાખવું કે જે કર્મ નિકાચિત બંધાયું હોય તેમાં કંઈ પણ પરિવર્તન