________________
પ્રકરણ પાંચમું કર્મવાદ
જીવ અને અજીવતત્ત્વનું વર્ણન પૂરું થયું. હવે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ
એ સાત તનું વર્ણન કરવાનું છે, પરંતુ આ સાતેય તનું નિરૂપણ કર્મવાદને અનુસરીને થાય છે અને તેના ભેદેમાં પ્રાયઃ કર્મવાદની જ પરિભાષાને ઉપયોગ થાય છે, તેથી કર્મવાદનું સામાન્ય સ્વરૂપ અવશ્ય સમજી લેવું જોઈએ.
કર્મવાદ એટલે કર્મને લગતે વાદ, કર્મને સિદ્ધાંત (Theory of Karma). આજ સુધીમાં જે જે તીર્થ કર પરમાત્માએ થઈ ગયા, તે સર્વેએ કર્મવાદનું નિરૂપણ કરેલું છે, જેને આપણે ગણધરવાદ તરીકે ઓળખીએ છીએ અને જેનું વાચન પર્યુષણ પર્વ દરમિયાન નિયમિત રીતે થાય છે, તે ગણધરવાદમાં મુખ્ય ચર્ચા કર્મને લગતી જ છે. તે પરથી કર્મવાદ કેટલે ગહન છે, તે બરાબર સમજી શકાશે. : આપણે જીવના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકાર કરીએ,