________________
અનેક પુસ્તકાલયે, જ્ઞાનભંડારે તથા જ્ઞાનરસિક ગૃહસ્થના ગ્રંથાલયે ટૂંઢવા પડે છે. ઘણુ પરિશ્રમે આવું સાહિત્ય એકત્ર થયા પછી તેને વાંચવું-વિચારવું પડે છે તથા તેમાંથી જરૂરી ને તૈયાર કરવી પડે છે. તે સાથે આનુષંગિક વિષય અંગે અન્ય સાહિત્યનું પયે પણ જરૂરી બને છે અને સતત ચિંતન-મનન કરવાની આવશ્યકતા રહે છે. તે સિવાય ન તે મૂળ વિષયને ન્યાય આપી શકાય છે કે ન તે તેમાં નવીનતાની ઝલક આવે છે. ટૂંકમાં નવીન વૃત્તિનું નિર્માણ એ પરિશ્રમભરેલું કઠિન કાર્ય છે અને તે ઉત્કટ આંતરિક અભિરુચિ હેય તે જ સફલતાથી પાર ઉતરે છે.
અમને આ પ્રકારના સાહિત્ય-સર્જનમાં આંતરિક રસ છે, એટલે જ વ્યવહારનાં બધાં કાર્યો ગૌણ કરીને તેમાં તલ્લીન રહીએ છીએ અને ગમે તે કઠિન પરિશ્રમ કરે પડે તે પણ કરીએ છીએ. હજી વધારે સ્પષ્ટ કહીએ તે આ વખતે અમે ખાવાપીવાનું ભૂલી જઈએ છીએ, અમારી નિદ્રાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે અને બીજી કોઈ વરંતુ અમને ગમતી નથી. આ કાર્યમાં એકાગ્રતા તે એવી જામે છે કે નીચે હુલ્લડ મળ્યું હોય કે પાડોશના ઓરડામાં ખૂબ બેલાચાલી થતી હોય તે પણ અમને ખબર પડતી નથી. એટલું જ નહિ પણ એક જ આસને સાત-સાત કે આઠ-આઠ ક્લાક બેસવાનું સહજ બની જાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત લેખાશે કે જે મંત્ર, તેંત્ર કે ગ્રન્થ પર નવી નવી વૃત્તિઓ રચાતી રહે છે, તેની