________________
૭૨
જઈશું, જે હરગીઝ ઈચ્છવા યોગ્ય નથી. નવા સાહિત્યસર્જનમાં દોષોનું નિવારણ કરવા માટે તેનું સંશોધન ગીતાર્થ મુનિવરે દ્વારા કરાવવું, એ જ એક સર્વોત્તમ ઉપાય છે. શ્રી પંચપ્રતિકમણુસૂત્રપ્રબોધટીકા, જિનપાસના, જીવ-વિચારપ્રકાશિકા તથા પ્રસ્તુત ગ્રન્થમાં અમે આ પદ્ધતિને બરાબર અનુસર્યા છીએ.
અહીં એટલું જણાવવું ઉચિત છે કે પ્રસ્તુત કૃતિ પ્રાચીન સાહિત્ય પરની એક વૃત્તિ હેવા છતાં તેમાં મૌલિક ગ્રન્થની ક્ષમતા છે અને તે જૈન ધર્મ તથા તેના અદ્ભુત તત્વજ્ઞાન પર સુંદર પ્રકાશ પાડે છે. સુજ્ઞ પાઠકે તેને વાંચે, વિચારે અને પિતાને અભ્યદય સાધે, એ જ અભ્યર્થના.