________________
જીવતત્ત્વ
થાડાં વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. જીવ નવા જન્મસ્થાને આવતાંની સાથે જ જીવનયાત્રામાં ઉપયેગી થાય એવા પુદ્ગલે ગ્રહણ કરવા માંડે છે અને એ રીતે પુદ્ગલાના કેટલાક ઉપચય એટલે સધાત કે જથ્થા તૈયાર થાય છે, તેથી જીવ એ કર્તા છે.
પુદ્ગલના ઉપચયથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેના વડે જીવ આહારગ્રહણ, શરીરનિન આદ્ધિ માટે સમર્થ બને છે, તેથી પુદ્ગલેાપચયથી ઉત્પન્ન થતી શક્તિ એ જીવનું કરણ છે,
પર્યાપ્તિરૂપ કરણુ વડે આહારાદિનું પોતપોતાના વિષયમાં પરિણમન થાય છે, એટલે આહારગ્રહણ, શરીર નિન આદિ ક્રિયાઓ છે.
જીવમાં કોઈ પણ દેહ ધારણ કરીને જીવવાની શક્તિ છે, પણ તે પર્યાપ્તિ વિના પ્રકટ થતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તે! જીવને દેહધારી તરીકે જીવવુ હાય તે પર્યાપ્તિ દ્વારા જ એમ કરી શકાય છે, તેથી સ'સારી જીવ માટે પર્યાપ્તિ એ અતિ અગત્યની વસ્તુ છે.
પર્યાપ્તિના છ પ્રકારો છે : (૧) આહારપર્યાપ્તિ, (૨) શરીરપર્યાપ્તિ, (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છુવાસપર્યાપ્તિ, (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મન:પર્યાપ્તિ.
તત્ત્વા ભાષ્યમાં મન:પર્યાપ્તિના મન:પર્યાપ્તિના ઇન્દ્રિયપર્યાપ્તિમાં સમાવેશ કરી પર્યાપ્તિઓની સંખ્યા પાંચ માની છે, પણ આગમાદિ સાહિત્યમાં છ પર્યાપ્તિની પ્રસિદ્ધિ છે.