________________
ષડૂદ્રવ્ય અંગે વિશેષ વિચારણા
૧૫૭
"
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે પૂર્વે જીવની ગણના રૂપીમાં કરેલી છે અને અહીં અરૂપીમાં કેમ ?' તેના ખુલાસા એ છે કે ત્યાં દેહધારી જીવના ચૌદ ભેદ્યની અપેક્ષાએ જીવન રૂપી કહ્યો છે, પણ અહીં મૂળ દ્રવ્યની વિચારણા છે અને મૂળ દ્રવ્યરૂપે જીવ વાંન્રુિથી રહિત છે, એટલે તેને અરૂપી કહ્યો છે. તાત્પર્ય કે અપેક્ષા અનુસાર જીવના આ અને ભેદ્ય ઉચિત છે.
૪. પદ્મવ્યમાં સપ્રદેશી-અપ્રદેશના વિચારઃ
9
ચાલુ' દ્વાર ‘સપ્રદેશી કહ્યું છે, તેથી ષડૂદ્રવ્યમાં . સપ્રદેશી કેટલાં અને અપ્રદેશી કેટલાં? એ વિચારવું ઘટે છે. જીવને અસય પ્રદેશ હાય છે, તેથી તે સપ્રદેશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દરેકને સ્કંધ, દેશ અને પ્રદેશ હાય છે, તેથી તે પણ સપ્રદેશી છે. પુદ્ગલ સ્ક્રષ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપ હોય છે, તેથી તે પણ સપ્રદેશી છે. બાકી રહ્યુ` કાલ દ્રશ્ય, તેને. પ્રદેશ હાતા નથી, એટલે તે અપ્રદેશી છે.
૫. પદ્ભવ્યમાં એક–અનેકના વિચાર:
પાંચમું દ્વાર એક ક્યું છે, તેથી ષડૂદ્રવ્યમાં એક કેટલાં અને અનેક કેટલાં? એ વિચારવું ઘટે છે. ષડૂદ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સખ્યામાં એક એક છે અને બાકીનાં ત્રણ દ્રવ્યે અનેક અનેક છે, એટલે . કે અનત-અનંત છે.