________________
૧૫૬
નવ-તત્વ-દીપિકા પુદ્ગલમાં ગુરુત્વ, લઘુત્ર, ગુરુલઘુત્વ અને અગુરુ લઘુત્વરૂપ જે પરિણામ થાય છે, તે અગુરુલઘુત્ર તરીકે ઓળખાય છે. પથર, લોખંડ વગેરેમાં જે ભારેપણું છે, તે ગુરુવ જાણવું. વરાળ, ધૂમાડા વગેરેમાં જે હળવાપણું છે, તે લઘુત્વ જાણવું, વાયુ વગેરેમાં કૈક ભારેપણું - અને કૈક હળવાપણું છે, તે ગુરુલઘુત્વ જાણવું અને પરમાણુમાં ન ભારેપણું કે ન હળવાપણું છે, તે અગુરુલઘુત જાણવું. ૨. પદ્રવ્યમાં જીવ-અજીવને વિચાર
બીજું દ્વાર “જીવ કહ્યું છે, એટલે પદ્વવ્યમાં જીવ કેટલાં અને અજીવ કેટલાં? એ વિચારવું ઘટે છે. પૂર્વે આ પ્રકારની વિચારણુ ઘણુ વિસ્તારથી થઈ ગયેલી છે. તેને સાર એ છે કે પદ્વમાં માત્ર એક દ્રવ્ય જીવરૂપ છે તન્યથી યુક્ત છે અને બાકીનાં પાંચ દ્રવ્ય અવરૂપ છે, ચૈતન્યથી રહિત છે. ૩. પદ્રવ્યમાં મૂત-અમૂર્તનો વિચાર
ત્રીજું દ્વાર “મૂર્વ’ કહ્યું છે, એટલે ષડુતવ્યમાં મૂર્ત કેટલાં અને અમૂર્ત કેટલાં? એ વિચારવું ઘટે છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હય, તે મૂર્ત કહેવાય છે. આવું દ્રવ્ય માત્ર એક પુદગલ જ છે. બાકીનાં પાંચ દિ વર્ણાદિથી રહિત હોઈ અમૂર્ત છે. મૂર્ત એટલે રૂપી, -અમૂર્ત એટલે અરૂપી.