________________
અજીતવ
કરવત ચાલતાં જે શબ્દ ઉત્પન્ન થાય કે યંત્ર ચાલતાં જે શબ્દ ઉત્પન્ન થાય, તે આ પ્રકારને ગણાય છે.
ભાષા–મનુષ્ય, પશુ, પક્ષી વગેરેની બેલીને ભાષા કહેવામાં આવે છે. તેમાં મનુષ્યની ભાષા વ્યક્ત હોય છે અને પશુ-પક્ષીઓની ભાષા અવ્યક્ત હોય છે. કેટલાક તેના અક્ષરાત્મક અને અક્ષરાત્મક એવા બે પ્રકારે માને છે તથા મનુષ્યની ભાષાને અક્ષરાત્મકમાં અને પશુ-પક્ષીઓની ભાષાને અક્ષરાત્મકમાં સમાવેશ કરે છે.
શબ્દના પુદગલો ચતુર પ્રદેશ છે, પરંતુ તે અષ્ટસ્પશીના વેગથી ઉત્પન્ન થાય છે.
શબ્દની ગતિ ઘણી ઝડપી હોય છે. તે સમય માત્રમાં લોકના છેડે પહોંચે છે અને ચાર સમયમાં તે સમસ્ત લેકમાં વ્યાપી જાય છે. અંધકાર :
વસ્તુને જોવામાં બાધા, હરક્ત કે નડતર કરનારે પુદ્ગલને જે પરિણામવિશેષ તે અંધકાર (Darkness) કહેવાય છે. નિયાયિક વગેરે એમ માને છે કે “અંધકાર એ તેજને અભાવ છે, પણ વાસ્તવમાં કઈ પદાર્થ નથી.” પરંતુ તેમની આ માન્યતા ભ્રાંત છે, કારણ કે સૂર્ય અથવા દીવાના પ્રકાશથી જે અણુઓ તૈજસ પરિણામને પ્રાપ્ત થાય છે, તેજ આણુઓ પૂર્વોક્ત પ્રકાશના અભાવમાં શ્યામપણે પરિણમે છે, એટલે તેજને અભાવ હેવા છતાં, પુદ્ગલને સદ્ભાવ હોય છે કે જે આપણી દૃષ્ટિને