________________
અવતત્ત્વ
૧૩૫
છે, ત્યારે નીચેની ભૂમિમાં કંપન થાય છે, તેનુ કારણ અન્ય કંઈ નહિ, પણ શબ્દની મૂર્તતા જ છે.
શંખાદિને પ્રચંડ શબ્દ કાનાને બહેરા બનાવી દે છે. આવુ સામર્થ્ય અમૃત આકાશમાં સભવતુ નથી, એ તે પૌદ્ગલિક શક્તિનું જ પરિણામ છે.
પત્થર આદિ મૂર્તી વસ્તુઓને ફેંકવામાં આવે તે તે કોઈ પદાથ સાથે ટકરાઈ ને નીચે પડે છે, તેમ શબ્દ પણ વસ્તુઓ સાથે અથડાઈને પાળે પડે છે, તેથી એની મૂર્તતા સિદ્ધ છે. વળી તેના પ્રતિધ્વનિ એટલે પડઘા પણ પડે છે, તે મૂતા સિવાય કેમ ખની શકે ?
શબ્દ ગમે ત્યાં જઈ શકે છે અને ધૂમાડા વગેરેની માફક તેનું પ્રસારણ પણ થાય છે. વળી તૃણુ અને પાંăડાંની જેમ વાયુ તેને પ્રેરણા કરી શકે છે. જો પાછળથી હવા આવતી હોય છે, તેા પાછળની વ્યક્તિ આગળની વ્યક્તિના શબ્દ સાંભળી શકતી નથી, કારણ કે તે વાયુ દ્વારા આગળ ખેંચાઈ જાય છે. શબ્દ એ પૌદ્ગલિક વસ્તુ હાય તા જ આવું અની શકે.
સૂર્યની હાજરીમાં તારાના પ્રકાશ છૂપાઈ જાય છે, તેમ ભારે શબ્દમાં–અવાજમાં નાના શબ્દ-નાના અવાજ દબાઈ જાય છે, તેથી પણ સિદ્ધ થાય છે કે શબ્દ એ પુદ્ગલનું જ પરિણામ છે.
}, ;
શબ્દના સચિત્ત, અર્ચિત્ત અને મિશ્ર એવા ત્રણ