________________
અજીવતત્ત્વ
૧૪૭
કરેલી છે, પર’તુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈ એ તા આ કાલમાન ઘણુ માટુ છે. આજે તે એવાં યંત્રો બનાવવામાં આવ્યાં છે કે જે સેકન્ડના દશ હજારમા ભાગ પણ કહી આપે. પરંતુ જૈન દર્શન તા તેથી પણ આગળ વધેલું છે. તેણે કાલનુ જે સૂક્ષ્મ માપ બતાવ્યું છે, તેના મુકાબલે કોઈ પણ કરી શકે તેમ નથી.
સમયની સમતા સમજાવવા માટે જૈન શાસ્ત્રોમાં એ ઉદાહરણા આપવામાં આવ્યાં છે, તે અહીં રજૂ કરવા ઉચિત લેખાશે.
એક ખારીક વસ્ત્રના ટુકડા ઘણા જીણ થઈ ગએલો છે, તે એક બળવાન વ્યક્તિના હાથમાં આપીને એમ કહેવામાં આવે કે તમે આ વસ્રના અને તેટલી ઝડપથી બે ટુકડા કરી, તા એ માણસ આંખના પલકારામાં એ વજ્રના બે ટુકડા કરી નાખશે.
હવે વસ્ર તેા તંતુમય હોય છે અને ફાટવાની ક્રિયા શરૂ થાય ત્યારે મધા તંતુઓ ક્રમશઃ ફાટે છે, એટલે આંખના પલકારામાં હજારો તંતુએ ફાટ્યા, એ નિશ્ચિત છે, પરંતુ એક તંતુ તૂટવામાં જે સમય ગયો, તે પણ અસંખ્ય સમય જેટલા છે. આ પરથી સમયની સૂક્ષ્મતાને ખ્યાલ આવી શકશે.
અથવા કમળના સેા પાંઢડાં ઉપરાઉપરી ગેાઠવેલા હાય અને કોઈ બળવાન માણસ તેના પર ભાલાનેા પ્રહાર કરે તે નિમેષ માત્રમાં તે વીંધાઇ જાય છે. સામાન્ય રીતે