________________
અવતરવ
૧૫૧
સાત વાર આઠ આઠ કરેલા (૨૦૯૭૧પર) કકડા ઠાંસી ઠાંસીને ભરી, તેમાંથી સે સે વર્ષે વાળને એક એક કકડો કાઢતાં જેટલા કાળે એ ખાડો ખાલી થાય, તેટલા કાળને બાદર–અદ્ધા-પલ્યોપમ કહેવાય; અને દરેક કકડાના અસંખ્ય કકડા કરીને સે–સ વર્ષે વાળને એક એક કકડે કાઢીએ તેટલા કાળને સૂમ–અદ્ધાપપમ કહેવાય. નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના આયુષ્યનું પ્રમાણ બતાવવામાં આ કલમાનને ઉપયોગ થાય છે.
૧૦ કટાકોટિ પલ્યોપમનું ૧ સાગરોપમ થાય છે અને ૧૦ કટોકોટિ સાગરોપમને ૧ ઉત્સર્પિણી કાલ તથા ૧૦ કટાકેટિ સાગરેપમને ૧ અવસર્પિણી કાલ ગણાય છે. આ રીતે કુલ ૨૦ કેટામેટિ સાગરોપમ વ્યતીત થાય, ત્યારે ૧ કાલચક પૂરું થયું ગણાય છે.
અનંત કાલચક્ર વ્યતીત થાય, ત્યારે ૧ પુદ્ગલપરાવર્ત થયું ગણાય છે. ભૂતકાળમાં આવા અનંત પુદ્ગલપરાવત સમાઈ ગયાં છે અને ભવિષ્યમાં તેનાથી અનંત ગણ પુદ્ગલપરાવર્તે આવશે. કાલને અનાદિ-અનંત કહેવામાં આવે છે, તેનું કારણ હવે સમજી શકાશે.
અજીવતત્વ નામનું ત્રીજું પ્રકરણ અહીં પૂરું થાય છે.