________________
અજીત
-
-
-
-
-
-
અહીં ૧૭થી અધિક ક્ષુલ્લક ભવની ૪૪૪૨૩૪૪૬ આવલિકા ગણતાં આ ગણિત બરાબર મળી રહે છે.
લૌકિક કાલમાનની દૃષ્ટિએ કહીએ તે ૧ મુહૂર્તમાં ૨ ઘડી એટલે સમય હોય છે અને આધુનિક યુગમાં અતિ પ્રચલિત એવા અંગ્રેજી કાલમાનની દૃષ્ટિએ કહીએ તે ૧ મુહૂર્તમાં ૪૮ મીનીટ જેટલે સમય હોય છે.
૩૦ મુહૂર્તને એક દિવસ થાય છે. અહીં દિવસ શબ્દથી એક મિતિ કે એક તારીખ સમજવાની છે કે જેમાં દિવસ અને રાત્રિ બંનેને સમાવેશ થાય છે. પ્રાચીન પરિભાષા મુજબ કહીએ તે આ કાલમાન એક અહેરાત્ર જેટલું છે.
૧૫ દિવસને પક્ષ બને છે કે જેને સામાન્ય રીતે પખવાડિયું કહેવામાં આવે છે. આવા ૨ પક્ષ એટલે શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ સાથે મળીને ૧ માસ કે મહિને થાય છે.
૨ માસની ૧ ઋતુ થાય છે અને ૩ તુનું ૧ અયન થાય છે. આવાં બે અયને મળીને ૧ વર્ષ થાય છે. અહીં એટલી નેંધ કરવી ઉચિત ગણાશે કે આધુનિક વ્યવહારમાં તે મુખ્યત્વે ત્રણ ઋતુઓ જ ગણાય છે. શિયાળે, ઊનાળો અને ચોમાસું. તેમાં હેમંત અને શિશિરને સમાવેશ શિયાળામાં થાય છે, વસંત અને ગ્રીષ્મને સમાવેશ ઊનાળામાં થાય છે અને વર્ષો તથા શરદને સમાવેશ ચોમાસામાં થાય છે. સૂર્યની વિષુવવૃત્તથી ઉત્તર