________________
૧૪૮
નવ-તત્વ-દીપિકા તે આપણને એમ જ લાગે કે બધાં પાંદડાં સાથે વીંધાઈ ગયાં. પણ વાસ્તવમાં તે એક પછી એક વીંધાતાં હોય છે. હવે વિચાર કરે કે આ રીતે એક પાન વીંધતાં કેટલે અલ્પ કાલ વ્યતીત થાય ? પરંતુ આ કાલ પણ અસંખ્ય
ખ્યાત સમયને ભેગા કરીએ એટલે છે. આ પરથી સમય એ કાલનું કેટલું સૂક્ષ્મતમ માપ છે, તેને ખ્યાલ આવી શકશે.
સમય એટલે કાલને નિર્વિભાજ્ય ભાગ. આવા અસંખ્ય સમયે પસાર થાય, ત્યારે આવલિકા કહેવાય.
એક મુહૂર્તમાં કેટલી આવલિકા હેય? તેને ઉત્તર બારમી ગાથામાં આવે છે. તેમાં જણાવ્યું છે કે એક મહતમાં ૧૬૭૭૭૨૧૬ આવલિકા હોય છે. તેની ગણના અન્ય ગ્રંથમાં આ પ્રમાણે બતાવી છે : ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ.
નિગેદના છે આટલા સમયમાં એક ભવ પૂરે કરે છે, તેને ક્ષુલ્લક
ભવ કહેવાય છે. ૬૫૫૩૬ ફુલક ભવ = ૧ મુહૂર્ત. [ ૨૫૬ ૪ ૬૫૫૩૬ = ૧૬૭૭૭૨૧૬ ].
ક્ષુલ્લક ભવ અને મુહુર્ત વચ્ચે બીજા કાલમાન કહેલાં છે, તે આ પ્રમાણે સમજવંદ ૧૭ થી અધિક ક્ષુલ્લક ભવ = ૧ શ્વાસોચ્છવાસ કે પ્રાણ
9 પ્રાણ = ૧ રતક ૭ ઑક = ૧ લવ. ૭૭ લવ = ૧ મુહુર્ત