________________
II
૧૩૪
નવ-તત્ત્વ-દીપિકા (૫) અર્થ–સંકલન :
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલેનું જ લક્ષણ છે. (૬) વિવેચન
પૂર્વ ગાથામાં પુગલના પ્રકારે કહ્યા. હવે પુદ્ગલના સામાન્ય-વિશેષ ધર્મ કહે છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ વગેરે પુગલના વિશેષ ધર્મો છે. અહીં વગેરે શબ્દથી બંધ, સૌમ્ય, સ્થૌલ્ય, સંસ્થાન અને ભેદ સમજવાના છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના સામાન્ય ધર્મો છે.
શબ્દઃ
પુગલને વનિરૂપ જે પરિણામ, તેને શબ્દ કહે વામાં આવે છે. તે શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે, એટલે અરૂપી કે અભૌતિક નથી, પરંતુ મૂત છે. ' શબ્દની મૂર્તતા સિદ્ધ કરવા માટે જે ગ્રન્થમાં ઘણું વિવેચન કરેલું છે. તેને સાર એ છે કે જેમ પીપર વગેરે વસ્તુઓ દ્રવ્યાન્તરના વૈકારિક સચોથી વિકૃત થાય છે, તેમ શબ્દ પણ કંઠ, મસ્તક, જિહૂવા, દંત, તાલુ, ઓષ્ઠ ઈત્યાદિ દ્રવ્યાન્તરના વિકારથી વિકૃત થ. માલુમ પડે છે, તેથી તે મૂર્ત છે.
જ્યારે ઢેલ, નગારા, ત્રાંસા વગેરે બજાવવામાં આવે