________________
૧૩૮
નવતર-દીપિકા અંધ કરનાર હોવાથી અંધકાર કહેવાય છે. બીજું એ પણ વિચારવા જેવું છે કે જે વસ્તુ અભાવરૂપ હેય તેને કઈ પ્રકારનું રૂપ કે કોઈ પ્રકારનો સ્પર્શ કેમ હોઈ શકે?
જ્યારે અંધકારને તે શ્યામ રૂપ હોય છે અને શીત (ઠંડ) સ્પર્શ પણ હોય છે. તાત્પર્ય કે તે માત્ર અભાવ નથી, પણ એક જાતને પગલિક પદાર્થ છે.
પ્રકાશના ભેદ રૂ૫ ઉદ્યોત, પ્રભા અને આતપ પ્રકાશ :
અંધકારને વિધી પદાર્થ પ્રકાશ (Light) છે. તે પણ પુદ્ગલજન્ય છે, એટલે કે પુદ્ગલને જ પરિણામવિશેષ છે; પરંતુ અહીં તેને સાક્ષાત્ ઉલ્લેખ ન કરતાં, તેના ઉદ્યોત, પ્રભા અને આતપ એવા ત્રણ પ્રકારે. વર્ણવ્યા છે. તેમાં ઉદ્યોત શબ્દથી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેને શીતળ પ્રકાશ અભિપ્રેત છે; પ્રભા શબ્દથી મણિ-રત્ન વગેરેની કાંતિ અતિપ્રેત છે અને આતપ. શબ્દથી સૂર્યને ઉષ્ણ પ્રકાશ અભિપ્રેત છે. કેટલાક મણિરત્ન વગેરેની કાંતિને પણ ઉોતરૂપ જ લેખે છે અને સૂર્ય તથા ચન્દ્રમાંથી જે કિરણરહિત એક પ્રકારને ઉપપ્રકાશ નીકળે છે, તેને પ્રભા તરીકે ઓળખાવે છે. પરંતુ ઉપપ્રકાશનું વિશેષ વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવ્યું નથી, એટલે તે અંગે કંઈ પણ નિશ્ચયાત્મક વિધાન કરવું મુશ્કેલ છે.
તાવાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં પુદગલના જે