________________
કર
નવતત્ત્વ–દીપિકા
સન્ની પાંચેન્દ્રિય જીવા અનુક્રમે ચાર, પાંચ, પાંચ અને છ પર્યાપ્તિને યાગ્ય હોય છે.
·
(૬) વિવેચન :
જીવ જ્યારે એક સ્થૂલ શરીરના ત્યાગ કરીને બીજું સ્થૂલ શરીર ધારણ કરે છે, ત્યારે ભાવી જીવનયાત્રા માટે તે પેાતાના નવીન જન્મક્ષેત્રમાં એકી સાથે પુદ્ગલના કેટલાક ઉપચય કરે છે, તેને અથવા તેનાથી ઉત્પન્ન થતી પૌદ્ગલિક શક્તિને પર્યાપ્તિ કહેવામાં આવે છે.
આ પર્યાપ્તિ જીવનું કરણવિશેષ છે, એટલે કે એક પ્રકારનુ સાધન છે; કારણ કે તેના વડે છત્ર આહારગ્રહુણ, શરીરનિ ન આદિ ક્રિયા કરવામાં સમથ અને છે.
બૃહત્ સંગ્રહણીમાં કહ્યું છે કે—
आहारसरीरिंदिय, ऊसास वओ मणाऽभिनिव्वती । होइ जओ दलिआओ, करणं पइ सा उ पज्जत्ती ।।
'
વ્યાખ્યા : આહારશરીરન્દ્રિયો સવોમનસામિनिर्वृत्तिरभिनिष्पतिर्यतो दलिकादलभूतान् पुद्गलसमूहात्तस्य दलिकस्य स्व-स्वविषये परिणमनं प्रति यत् करणं शक्तिरूपं સાર્યાપ્તિઃ। ’
અર્થાત્—જે લિકરૂપ પુદ્ગલસમૂહથી આહાર, શરીર, ઇન્દ્રિય, ઉચ્છ્વાસ, વચન અને મનની રચના થાય છે, તે દલિકાનું પોતપોતાના વિષયરૂપે પરિણમન કરવા પ્રતિ જે શક્તિરૂપ કરણ, તે પર્યાપ્તિ કહેવાય છે.