________________
નવ-તત્ત્વ-દીપિક.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “શાસ્ત્રકારે મનને અનિન્દ્રિય કહ્યું છે, તે ઇન્દ્રિયના ગ્રહણથી મનનું ગ્રહણ કેમ થાય?” તેનું સમાધાન એમ કરવામાં આવ્યું છે કે
જેમ શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સાક્ષાત્ ચક્ષુ આદિ છે, તેવું મન નથી. તે પણ મન સુખાદિને સાક્ષાત્ ગ્રહણ કરનાર છે, તેથી મને સંપૂર્ણપણે ઈન્દ્રિય ન હોવા છતાં ઈન્દ્ર એટલે આત્માનું લિંગ હેવાથી ઈન્દ્રિય પણ છે.”
અહીં પાંચ પર્યાયિઓ કહી છે, તે બાહ્ય કરણની અપેક્ષાઓ જાણવી. મન તે અંતકરણ એટલે અંદરનું કરણ છે, તેથી મન:પર્યાપિને જૂદી માનવામાં કઈ દોષ નથી. - હવે છ પર્યાપ્તિનું સ્વરૂપ જણાવીશું. (૧) આહારપર્યાસિ:
જીવ પુદગલીપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે આહાર ગ્રહણ કરી તેને ખલ તથા રસપણે પરિણુમાવે તે શક્તિને આહારપર્યાપ્તિ કહેવાય. અહીં ખલ શબ્દથી. મળમૂત્રાદિ રૂપ અસાર પુદ્ગલે અને રસ શબ્દથી સાત ધાતુ રૂપે પરિણમવા ગ્ય જલ જે પ્રવાહી પદાર્થ સમજવાને છે. - કે ખલ શબ્દથી અરિથર આદિ અવયવો બની. શકે તે પદાર્થ પણ કહે છે.